11 March, 2016

પોસ્ટ ઓફિસ FINACLE માં ATM ઇસ્યુ કરવાની રીત

પોસ્ટ ઓફિસ FINACLE  માં ATM ઇસ્યુ કરવાની રીત
 Finacle Log in થયા બાદ નીચે મુજબ ના સ્ટેપ ઉપયોગ કરો 
સૌ પ્રથમ customer નો CIF વ્યવસ્થિત કરવો જરૂરી છે કારણ કે અગર CIF માં ગ્રાહક નું સરનામું અને નામ બરોબર નહિ હોય તો ATM સાચા સરનામે જવાના બદલે ખોટા સરનામે જશે અથવા તો ATM Return to sender થશે . જેથી સર્વ પ્રથમ SB ના જે પણ ગ્રાહક ને ATM આપવું છે તેનું CIF Modify કરવું.

હવે સવાલ થાય કે CIF modify કઈ રીતે કરવું તો નીચે મુજબ CIF માં ફેરફાર થઇ શકે
૧. CIF વ્યસ્થિત કે modify કરવા માટે PA માં login થઈને  CMRC કમાન્ડ આપવો અને GO કરવું
ત્યારબાદ Function માં MODIFY સિલેક્ટ કરવું અને CIF ના કોલમ માં CIF નંબર આપવો અને GO અથવા F૪ આપવું
હવે પછી ખૂલેલ ફોર્મ માં ગ્રાહક નું નામ અને સરનામું અને mobile નંબર માં જે ફેરફાર કરવો હોય તે કરીને ને submit આપવું અને super માં login કરીને ફરીથી CMRC કમાન્ડ આપીને verify કરી લેવું.
ત્યારબાદ નીચે મુજબ સ્ટેપ આપવાથી ATM ઇસ્યુ થઇ શકશે 
૧. COUNTER PA શોર્ટ કટ મેનૂ   માં CCMM ટાઇપ કરીને GO કરો
૨.  Function માં ADD સિલેક્ટ કરો  અને બાજુમાં CIF ના કૉલમ માં CIF નંબર આપો 
૩. GO અથવા (F4)  આપો

Go આપ્યા પછી નવું FORM ખુલશે તેમાં ફક્ત જે કોલમ * લાલ ફૂદડી છે તે કોલમ ભરો
૧ Account Number   માં જે  SB એકાઉન્ટ નંબર નું ATM જોઇયે છે તે SB નંબર આપો
૨.  Account  નામ માં નામ આવશે તેમાં તમો તમે ઇછ્છો તે નામ લખી શકસો
3.Primary A/c flag માં yes અથવા No આપો
4. Action ના કોલમ માં  New Card Request સિલેક્ટ કરી લો

અને Submit બટન ઉપર ક્લિક કરો
The Record added successfully તેવો મેસેજ આવસે તેનો મતલબ કે કાઉન્ટર PA તરફ થી નવા ATM કાર્ડ ની request add થઈ

હવે SUPER માં જઈને ફરીથી  શોર્ટ કટ મેનૂ માં CCMM કમાન્ડ આપો

Function માં Verify સિલેક્ટ કરો સામે CIF ના કોલમ CIF નંબર આપો અને GO અથવા F4 આપો

છેલ્લે Submit આપો

10 દિવસ ની અંદર ATM કાર્ડ customer ના ઘેર આવી જશે જ્યારે ATM PIN postmaster અથવા SPM ના સરનામે આવશે

પોસ્ટ ઓફિસ માં જ્યારે  Customer  ATM લઈને આવે ત્યારે એક રજીસ્ટર માં સહી લઈને ATM જે તે કસ્ટમર ને આપી દેવું

આપ્યા પહેલા  CCMM કમાન્ડ આપીને કસ્ટમર નું એટીએમ Activate કરવું

ATM  Activate કરવા માટે Counter PA   પ્રથમ  CCMM કમાન્ડ આપીને ને GO કરવું

Function  ના કોલમ માં  અંદર Modify સિલેક્ટ કરવું અને Card Number ના કોલમ માં કાર્ડ નંબર આપવું
Go અથવા F4 આપવું

હવે પછી Action કોલમ માં Activation  સિલેક્ટ કરીને Submit આપવું

Super માં જઈને CCMM કમાન્ડ આપીને   Function માં વેરીફ્ય સિલેક્ટ કરવું
અને કાર્ડ નંબર આપીને Verify કરી લેવું

ATM કાર્ડ બાબત ની ફરિયાદ નીચેના toll ફ્રી  નંબર અને email થી આપવી

ATM Card YCS Support e-Mail dopatmpmo@infosys.com
ATM Call Center e-Mail IDpostatm@indiapost.go.vin
dop.monitoring@agsindia.com
ATM Call Center Toll Free Number1800-425-2440





ATM CARD/e-Banking/Mobile banking REQUEST FORM for existing customers who have opened accounts after Migration to CBS  Download 
ATM CARD/e-Banking/Mobile banking REQUEST FORM for existing customers migrated to CBS    Download

No comments: